Mehul Pandya  
1.1k Followers · 107 Following

read more
Joined 10 May 2020


read more
Joined 10 May 2020
7 AUG AT 22:42

હવે તો દર્દ જ મને દવા લાગે છે,
રાહત મળે તો કંઈ થવા લાગે છે.
જે કંઈ જોઉં દેખાય છે એ સુંદર,
લાગી મનેય પ્રેમની હવા લાગે છે.

-


4 AUG AT 22:21

ગમેતે કરીને એ તહેવાર સાચવે છે,
દેવું કરીનેય એ વહેવાર સાચવે છે.
હશે તમારેય એક ભાઈ મારા જેવો,
વર્ષોથી જે રાખીનો વાર સાચવે છે.

-


30 JUL AT 22:21

આંખો હજું બંધ છે પૂરી ખુલી નથી,
દમ ગુટાય છે પણ કારણ સૂલી નથી.
હતી મને જીદ બધાને ખુશ રાખવાની,
મને મારી નિષ્ફળતા હજું ભૂલી નથી.

-


22 JUL AT 22:58

છું એકલો એટલે હું અનેક છું,
ને એક નથી એટલે હું હરેક છું.
હું તમારામાંથી દરેક છું એટલે,
થોડો પાપી ને થોડો હું નેક છું.

-


22 JUL AT 22:11

દાબે શું
દાટી દે; ભાર ઘણો
અહંકારનો.

-


10 JUL AT 17:12

શિખર ઢંકાયું
ભીડથી; તીડનાં ઝુંડ
વિજેતા.

-


3 JUL AT 11:29

ખુદનો પહાડ ને ખુદની ટોચ હોવી જોઈએ,
ને મારાંથી થશે એવી સોચ હોવી જોઈએ.
કીંતુ મારે શું ને જોઈશે કેટલું એ સમજવા,
અંતર લગી ખુદની પહોંચ હોવી જોઈએ.

-


2 JUL AT 23:40

ખેલી નાખજે તું જંગ ખરાખરીનો,
પ્રશ્ન જો ઉદભવે ખુદની બરાબરીનો.
સમકક્ષ ક્યાં કોઈ તારું આ જગતમાં,
તો જાગ હવે વખત ગયો સરાસરીનો.

-


12 MAY AT 22:11

જે મારા માટે વિશેષ છે,
મળવાનું એને નિષેધ છે.
કોતરેલા બે નામ ને દિલ,
અવશેષ છે અવશેષ છે.

-


4 MAY AT 22:39

કથા અમારી કેવી મળતી આવે છે.
પ્રથમ ઓટ ને પછી ભરતી આવે છે.
ડુબતો હોવું સાગરમાં એ જ ક્ષણે,
ભટકતી નાવ સામે તરતી આવે છે.

-


Fetching Mehul Pandya Quotes