પર્વતની ખોળે,મુજ ગામડું કબૂતરનો માળો..
મ્હેક જ્યાં લીંપણની,
આંગણે પંખી મોતીચારો...
એ નીરવ નેવે નળિયાની,
કોતરેલી ખાંભીઓ આધારો..
પર્વતની ખોળે,મુજ ગામડું કબૂતરનો માળો..
શુક,ટેહુક,પારેવડાંની,
ક્લબલતી આગવી સૌ પાળો..
ડેરીની સાયરન'ને ઘંટારવ,
પરોઢના આહલાદક ઉચ્ચારો..
પર્વતની ખોળે,મુજ ગામડું કબૂતરનો માળો..
ખેતરને શેઢે મોલને કદી,
કદી ઢાળીયે ગાવલડીની હુંકારો..
ઢળતી સાંજ એટલે જ્યાં,
વાદળ'ને આભના રાતા આકારો..
પર્વતની ખોળે,મુજ ગામડું કબૂતરનો માળો..
જ્યાં દિવા બળતા ગોખલે'ને,
વાળુ પરવાળી ઢળતી ચાર ખાટો..
કેટલું સ્વચ્છ કાળું એ આભલું,
જાણે હું ગણતી એક એક તારો..
પર્વતની ખોળે,મુજ ગામડું કબૂતરનો માળો..-
મંઝિલ પામવાની આશ નથી, હું બસ સફરને માણતી રહું છું,
વળાંકે અટવાઈ ન જાઉં,એથી જ કલમ થક... read more
કવિતા ઉર ઉવાચ મારો,
કવિતા મન મલ્હાર...
કવિતા તલવલાટ મારો,
કવિતા કલબલાટ...
કવિતા પ્રિય પ્રાણ મારો,
કવિતા સૂર તાર...
કવિતા અંગ આકાર મારો,
કવિતા સૂત્રધાર...
કવિતા દેહ અવતાર મારો,
કવિતા આત્મ પાર..
કવિતા જીવ સાકાર મારો,
કવિતા પાલનહાર..
કવિતા સોળ શૃંગાર મારો,
કવિતા તેજ લલાટ..
કવિતા વિરહ આધાર મારો,
કવિતા એકાકાર..-
નાની સી પાંખ,
તુજ નાની સી ચાંચ,
નાના સા જીવનું
આ આખું એ આભ..
એક એક દાણ,
કદી ન ઝાઝો સંતાપ,
પરિવારની કેવી
એ કુમળી પંપાળ..
આંગણાની શોભા,
ચબૂતરના મોભા,
નાના સા આયખાનો
જીવ ચાર ચોખા..
બાંધજે તું માળો,
ન્હાવા સૂકી રેતનો ગારો,
સુની ન કરતી કદી
મુજ આંગણાની ડાળો..-
પ્રેમ કહે ,'વિરહ તું આમ એકલો શાને..
જાણે યમુનાને પામવા તરસતો શશી તું શાને..'
કહે ચાંદ,'અંતર તોય અંતર વસતુ તુજમાં,
વિરહનો આસ્વાદ નહિ એ તો વળી પ્રેમ શાને..'-
ક્લબલ, ગડગડાટ , કોલાહલ એ સ્ત્રી,
વંટોળ પછી શાંત ઝરૂખો એ સ્ત્રી...
સજાવટ, સુશોભન,હાથણાટ એ સ્ત્રી,
ઝળહળતું ઘરનું ઘરેણું એ સ્ત્રી...
વાદળ, પર્વત,ગગનચુંબી પંખી એ સ્ત્રી,
નિત્ય ખળખળતું ઝરણું એ સ્ત્રી...
સરિતા ,સરોવર અને અવકાશ એ સ્ત્રી,
ધરતી પર પ્રજ્વલતું તરણું એ સ્ત્રી..
હક,અધિકાર ત્યજી ફરજદાર એ સ્ત્રી,
ત્યાગનો મૂર્તિ તણો આકાર એ સ્ત્રી..
ભય,ક્રોધ,તિરસ્કાર સામે પડકાર એ સ્ત્રી,
તોય ભાલે કુમકુમનો સ્વીકાર એ સ્ત્રી..-
बहती नदी
गहरा समंदर..
झिलमिल कभी,
कभी बेशुमार..
कई कंकर,
कई मोती,
समाती खुद में
लेकर तूफ़ान..
चुपकी उसकी
या फिर ज़ुबान...
मौन भी जैसे
सजता श्रृंगार...
वह बस एक नार
वह बस एक नार..-
દરિયા દિલ તો ય ખુમારી,
નયને સોહે લજ્જા સવારી..
ત્યાગ મૂરત'ને બલિહારી,
સર્વદા જે કુમકુમ અધિકારી..-
ચમક નથી તેની આંખોમાં,તુજ નયન કાગ ડોળે શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..
ખોવાયું છે જે પોતાની દુનિયામાં,તેમાં તું ખોવાય શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..
કાળજું જ્યાં કોળું ધાકોર ત્યાં તું આ તળબતળ શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..
રુઝાય દિલના ઘાવ જ્યાં,ત્યાં લાગણીનું કતલ શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..
જે હસ્તે સારવા હોય આંસુ ત્યાં હૂંફનું નિકંદન શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..
જેને તુજથી ફરિયાદ નથી તેની તને ફરી ફરી યાદ શાને,
તને કોઈ વહેમ લાગે છે ભાઈ આ તો વળી પ્રેમ શાને..-
ઓગળીને ય હજી ઘન છું...
સમાઈ તારામાં તોય પ્રવાહી નથી..
અસ્તિત્વ ભલે નહિ તૃણ સમું,
પણ શું તુજ વિચારોમાં વહેતો હું વાયુ છું..?-
શીખાતી માતાના ગર્ભથી,
ઉચ્ચારાતી રુદનના 'ઉઆ' થકી,
'તળભોણી'ના તળપદાથી,
મીઠાશ ભળતી જ્યાં 'શીળા' થકી,
ટોડલે ટહુકતા મોરલાથી,
પૂજાતી જે કુમકુમ 'સાથિયા' થકી,
'ક' કવિ'ને 'જ્ઞ' જ્યાં જ્ઞાનથી,
મુજ ઓળખ મુજ માતૃભાષા થકી..-